વાંકાનેર : પી.જી.વી.સી.એલ. અને આગાખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ઘીયાવડ પ્રાથમિક શાળા, સી આર સી-જુના કણકોટમાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સ્પર્ધામાં વિષય 'ઊર્જા બચાવો અને સૌર ઊર્જા વાપરો' હતો. તેમજ બંને સ્પર્ધામા પ્રથમ ત્રણ વિજેતાને ઇનામ આપવામા આવ્યા હતા. સ્પર્ધાના અંતે PGVCLના અધિકારી ભટ્ટ સાહેબે ઊર્જા બચત વિશે પોતાનું વક્તવ્ય આપેલ હતું. કાર્યક્રમમાં ઉપસરપંચ ધ્રુવરાજસિંહ અને એસ.એમ.સી. સભ્યો હાજર રહ્યા હતા, તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.