વાંકાનેર : વાંકાનેરના હશનપર નજીક અગાઉ ટેન્કરચાલકે બાઇકને હડફેટે લેતા બાઈકચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ ગઈકાલે ટેન્કરચાલક વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કરચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભીખુરામ લાભુરામ વાઘાણી (ઉવ.૪૨, ધંધો મજુરી, રહે હાલ રાજકોટ, મોરબી રોડ, ધારા એવન્યુ, શેરી નં.૨, મુળ ગામ ગારીડા-બામણબોર) એ અજાણ્યા ટ્રક ટેન્કરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૯ ના રોજ વાંકાનેર હશનપર રેલ્વે ઓવરબ્રીઝથી આગળ જ્યોતિ સીરામીકના સામે વળાંકમાં નેશનલ હાઇવે રોડ ઉપર ફરીયાદીના દીકરા લાલદાસ તેના મોટર સાયકલ નં.GJ-9-J-392 લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા ટ્રક ટેન્કરચાલકે પોતાના હવાલાવાળું ટ્રક ટેન્કર પુરઝડપે અને ગફલતરી રીતે ચાલવીને બાઇકને હડફેટે લેતા બાઈકસવાર યુવાન લાલદાસને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.