વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા સી.આર.સી.ની અદેપર પ્રાથમિક શાળામાં આજે શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા 350 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. વાંકાનેરના મેસરીયા સી.આર.સી.ની અદેપર પ્રાથમિક શાળામાં આચાર્ય નરેન્દ્રભાઈ પરમાર, શાળાના સ્ટાફ સભ્યો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ શાળાના મેદાનમાં 350 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને વૃક્ષોને ઉછેરીને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ કાર્યક્રમ માટે સી.આર.સી. કો ઓર્ડીનેટર અતુલભાઈ રોજાસરા તરફથી શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne