વાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર તાલુકાના પાજ ગામે ગત રાત્રે 108ની ટીમે પ્રસુતાની સફળ ડિલિવરી કરાવી હતી. મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના પાજ ગામે વાડી વિસ્તારમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના મનિષાબેનને પ્રસુતાની પીડા થતાં 108ને કોલ કર્યો હતો. જેથી 108ની ટીમ તુરંત રાત્રે 2-45 વાગ્યે સ્થળ પર પહોંચી હતી. ત્યાંથી પ્રસુતાને લઈને નીકળતા પાજ ગામની સરકારી સ્કૂલ પાસે જ પ્રસુતાની સફળ ડિલિવરી કરવામાં આવી હતી.આ કામગીરીમાં ઈએમટી હિતેશભાઈ ઝાપડા અને પાયલોટ રવિભાઈ દેવમુરારી જોડાયા હતા. તેઓએ કાળજીપૂર્વક 108માં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી અને ERCP ડો. મયુરના માર્ગદર્શન હેઠળ સારવાર આપીને માતા અને બાળકને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.