માતા-શિશુને સુરક્ષિત હોસ્પિટલ ખસેડાયાવાંકાનેર: વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામના 36 વર્ષીય રામુબેન સાદુરભાઈને પ્રસૂતિની પીડા ઉપડતા 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાંજે 19:27 કલાકે કેસ મળતા જ 108 ની ટીમ સગર્ભાને લઈને હોસ્પિટલ તરફ જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં ચંદ્રપુર મસ્જિદ સામે સગર્ભાને દુ:ખાવો અસહ્ય થઈ જતા એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.આ પ્રસૂતિ ખૂબ જ જોખમી હતી કારણ કે બાળકના ગળા ફરતે નાળ વીંટળાયેલી હતી અને બાળકનું વજન પણ ઓછું હતું. પરિસ્થિતિની ગંભીરતા પારખીને 108 ના EMT હિતેશ ઝાપડા અને પાયલોટ રવિ દેવમુરારીએ સમયસૂચકતા વાપરી હતી.EMT હિતેશ ઝાપડાએ અત્યંત કાળજીપૂર્વક અને કુનેહથી સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. 108 ની ટીમના આ સરાહનીય પ્રયાસથી માતા અને નવજાત શિશુ બંનેનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ બંનેને તંદુરસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #108Ambulance #EmergencyRescue #HealthCare #Gujarat