વાંકાનેર : આજ રોજ તારીખ 27 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે 108 SDH વાંકાનેરને ડો. હર્ષિત મહેતાનો કોલ મળ્યો હતો અને એક દિવસ પહેલા જ જન્મેલી બાળકીને તકલીફ હોવાનું જણાવ્યું હતું. જેથી 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ત્યાં પૂજાબેન મુકુલભાઈની એક દિવસની દીકરીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને હાથ-પગની આંગળી બ્લુ થવા લાગી હોય તાત્કાલિક 108ના ડો. પરમારના માર્ગદર્શનથી ઈએમટી પ્રવીણભાઈ મેર અને પાયલોટ ચેતનભાઈ ચૌહાણે પ્રાથમિક સારવાર આપી કૃત્રિમ શ્વાસ અને CPR આપીને બાળકીને જીવ બચાવ્યો હતો. ત્યારબાદ બાળકીને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.