સદનસીબે કોઈ જાનહાનિ નહિ, પાર્ક કરેલા વાહનોને મોટું નુકસાનમોરબી : મોરબીના જુના ઘૂંટુ રોડ પર આવેલ હોલો સેનેટરી વેર કારખાના પાસે એકાએક મસમોટી દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં દીવાલ પાસે પાર્ક કરેલા 11 જેટલા બાઈક કાટમાળ નીચે દબાઈ ગયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, જુના ઘૂંટુ રોડ પર આવેલ હોલો સેનેટરી વેર નજીક આવેલી એક દીવાલ અચાનક તૂટી પડી હતી. કારખાનામાં કામ કરતા કર્મચારીઓ સહિતનાએ પોતાના વાહનો આ દીવાલ પાસે પાર્ક કર્યા હતા. દીવાલ પડતાની સાથે જ તેની નીચે 11 બાઈક દટાઈ ગયા હતા, જેના કારણે વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે કારખાનાના લોકો અને આસપાસના રહીશો તુરંત દોડી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટના સમયે દીવાલ પાસે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અને કોઈને ઈજા પહોંચ્યાના અહેવાલ નથી. #Morbi #MorbiUpdate #MorbiNews #GujaratNews #GhuntuRoad #WallCollapse #Accident #SanitaryWare #MorbiCity