મોરબી : નેશનલ આયુષ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં વિલેજ (રૂરલ) લેવલે મંજુર થયેલ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેંટર ખાતે યોગ બાબતે કામગીરી માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબી દ્વારા યોગા ઇન્સ્ટ્રકટરની પાર્ટ ટાઇમ કોંટ્રાક્ટથી 11 માસના કરાર આધારિત શરતોને આધિન વોક ઇન ઇન્ટવ્યું રાખેલ છે. શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ/ડિપ્લોમા/ડિગ્રી અથવા અન્ય કોઈ સંલગ્ન કોર્ષ પૈકી કોઈપણ એક માન્ય લયકાત ધરાવતા હોવા જોઇએ. વય મર્યાદા : ઉંમર 18થી ઉપર (ઇન્ટવ્યુ તારીખના રોજ) કામગીરી તથા વેતન : પુરુષ યોગ ઇન્સ્ટ્રકટરને માસિક મહત્તમ રૂ. 8000/- (1 કલાકના યોગ સેશનના રૂ. 250/- લેખે કુલ 32 સેશન માટે) અને સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ રૂ. 5000 (1 કલાકના યોગ સેશનના રૂ. 250/- લેખે કુલ 20 સેશન માટે) અરજી અંગેનું ફોર્મ જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી ખાતેથી કામકાજના દિવસો દરમ્યાન મળી શકશે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ દર માસના પ્રથમ શુક્રવારે સવારે 10:30 થી 4:00 વાગ્યા સુધીમાં પોતાની અરજી શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉમર, તમામ આધારોની પ્રમાણિત નકલ તથા અસલ પ્રમાણપત્રો/ આધારો સાથે નીચે દર્શાવેલ સરનામે વોક- ઇન-ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. 11 માસની મુદત પૂર્ણ થયે નિમણૂક આપોઆપ સમાપ્ત થયેલી ગણાશે. ભરતી બાબતના તમામ અધિકાર ભરતી સમિતિને અબાધિત રહેશે. વોક-ઇન-ઇન્ટરવ્યુ જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, મોરબી ખાતે સવારે 10:30થી 4:00 કલાકે છે. ખાલી જગ્યા ભરાય નહીં અથવા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા માટે વોક ઇન ઇન્ટવ્યું દર માસના પ્રથમ શુક્રવારે ચાલુ રહેશે. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત મોરબી તેમજ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત મોરબીએ જાહેર કરેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..