ગ્રામ પંચાયત કચેરી પાસે મૃત પશુ ઉપાડવા મામલે સરપંચ સહિતનાએ યુવાનને માર માર્યો વાંકાનેર : વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે થયેલી મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ છે. જેમાં ગ્રામ પંચાયત કચેરી પાસે મૃત પશુ ઉપાડવા મામલે સરપંચ સહિતનાએ યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરી પાસે ગંદકી નહિ ફેલાવવા મામલે સરપંચ સહિતનાઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં સરપંચો અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે, ગ્રામ પંચાયત પાસે મૃત પશુની કામગીરી કરવાની ના પડતા ગામના શખ્સોએ સરપંચ ઉપર હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ સમાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી નરેશભાઇ મોહનભાઇ ચાવડા ઉ.વ. ૨૮ વીડી જાંબુડીયા તા. વાંકાનેર વાળાએ આરોપીઓ રમેશભાઇ રામજીભાઇ કાજીંયા, બળદેવભાઇ રમેશભાઇ કાજીંયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી દેવાભાઇ મેધાભાઇ ચાવડાની દુકાને હાજર હોય ત્યારે આરોપીઓએ ફરીયાદીને કહેલ કે પંચાયત ઓફીસ પાસે મૂતક પશુ પડેલ હોય જે ત્યાંથી લઇ લેવા બાબતે કહેતા ફરીયાદીએ ના પાડતા આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.