વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફીસર ગીરીશકુમાર આર. સરૈયા દ્વારા વાંકાનેર શહેર અને વાંકાનેર નગરપાલિકા વિસ્તારના લોકોને જણાવવામાં આવેલ છે કે જીવન જરૂરીયાત વસ્તુઓ જેવી કે કરીયાણુ, શાકભાજી, દવાઓ, દુધ-છાશ વગેરે કે અન્ય વસ્તુઓ માટે કાંઈ પણ તકલીફ પડે તો તેઓના મો.નં. 9978400065 પર સંપર્ક કરવો. સાથે સાથે જાણ કરવામાં આવેલ કે કોઈ પણ દુકાનદાર કાળા બજારી કરે છે અને ચીજ વસ્તુના ભાવ વધારે લે છે. તો પાલિકાને જાણ કરવી. જેથી, તેની વિરુદ્ધ કલમ આઈ.પી.સી 188 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ તે દુકાનને સીલ કરી આગળ ની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, લોકોએ ડરવાનું નથી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુચન મુજબ ઘરમાં જ રહેવાનું છે અને જે પણ જીવન જરૂરીયાતની વસ્તુઓ વાંકાનેર નગરપાલિકા દ્વારા તેમજ સ્વંયમ સેવકો દ્વારા તે જીવન જરૂરીયાતની વસ્તુઓ ઘરે જ મળી રહે તે પ્રકારનું તંત્ર દ્રારા આયોજન કરવામાં આવેલ છે. જરૂરિયાતના સમયે મોબાઈલ નંબર 9978400065 ઉપર કોલ, મેસેજ કે વોટ્સપ કરી શકાશે, તેમ યાદીમાં જણાવેલ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/