એક બાજુ સરકાર પારદર્શક વહીવટની વાતો કરી રહી છે ત્યારે સરકારના જ ભ્રષ્ટ તંત્ર દ્વારા સરકારી આવક બંધ કરવામાં ભૂંડી ભૂમિકા ભજવીને મોટાપાયે સરકારી તિજોરીને નુકશાન કરવામાં આવી રહ્યું હોવાનું મોરબી જિલ્લા ખાણ-ખનીજ વિભાગના નાક નીચે રેતીની ખનીજ ચોરીનો મામલો સામે આવતા ભાંડાફોડ થયો છે. રેતીની ખનીજ ચોરીના ચર્ચાસ્પદ પ્રકરણમાં કૌભાંડની સાંકળ કેવી રીતે ચાલી રહી છે તેના એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યા છે જેમાં વાંકાનેર તાલુકામાં મચ્છુ નદી પર કાયદેસરની ત્રણ લીઝ આપવામાં આવી છે અને આ લીઝની રોયલ્ટી રેતીચોરી કરતા લોકોને આપવામાં આવી રહી છે. જો ખાણ ખનીજ તંત્ર આ લીઝની માપણી કરે અને કાઢવામાં આવેલી રોયલ્ટીનો તફાવત કાઢવામાં આવે તો બહુ મોટું કૌભાંડ ઝડપાશે. પર્યાવરણ ખાતા દ્વારા સાંજે છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી નદીમાં વાહનો લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આખી રાત રેતી ખનન ધમધમી રહ્યું છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. રાજ્ય સરકાર દ્વારા વાંકાનેરમાં વાંકીયા, પંચાસીયા અને રાતીદેવરીમાં રેતીની લીઝ આપવામાં આવેલ છે પરંતુ વાંકાનેર પંથકમાં મોરબી જીલ્લાનું સૌથી મોટું રેતીચોરીના નેટવર્ક પાછળ આ લીઝહોલ્ડરો દ્વારા આપવામાં આવતી ગેરકાયદેસર રોયલ્ટી કારણભૂત હોવાનું ફલિત થયું છે. આ લીઝોમાં સરકારી નીતિરીતિનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે અમુક લીઝોમાં માઇનિંગ ડિપોઝીટ પણ ભરવામાં આવેલ નથી કે સમયાંતરે લીઝ રિન્યુ અરજી પણ કરવામાં આવેલ નથી તેમ છતાં આ લીઝો કેમ ચાલુ છે તે તો સરકારી અધિકારીઓજ જાણે. લીઝ હોલ્ડરો દ્વારા લીઝ સિવાયના બાહ્ય વિસ્તારોમાંથી પણ મોટાભાગે રેતીચોરી કરવામાં આવી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કેમ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? લીઝ વિસ્તારની આડમાં ગાડીમાં દશ ટનની રોયલ્ટી આપી અંદાજીત ગાડીમાં ૧૫ ટન જેટલો માલ ભરી ખુલ્લેઆમ રેતીચોરી થઈ રહી છે તેમ છતાં તંત્ર રાજ્ય સરકારની તિજોરીને લૂંટતા જોઈ રહ્યા છે અને પોતાના ખીચા ગરમ કરતાં રહે છે. રાજકીય ઇશારે આવી ગતિવિધિઓ કરીને પાછળથી રેતીચોરી કરતાં ખનીજ માફિયાઓને પ્રોત્સાહન આપી રાજ્યની તિજોરી પર રોજનો લાખોનો ફટકો પડી રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે આમ સરકારી તંત્ર જ રેતી ચોરી કરતા ખનીજ માફિયા તત્વો સાથે સાંઠ-ગાંઠ કરીને રેતી ચોરી કરાવીને નદીઓને ખેદાન-મેદાન કરવાનું મહાપાપ કરવા ઉપરાંત રાજ્યની તિજોરીને પણ મોટાપાયે નુકશાન કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા વચ્ચે વાંકાનેર તાલુકાની રેતીની ખનીજ ચોરી કૌભાંડ દિવસેને દિવસે વિવાદાસ્પદ બનતું જાય છે [caption id='attachment_41397' align='aligncenter' width='300'] ફાઈલ તસ્વીર[/caption]