૨૫ ડિસેમ્બર ક્રિસમસની ઠંડા પવનના સૂસવાટા મારતી રાત્રે વાંકાનેર ની બજારોમાં મોરબીના રવાપર રોડ ગ્રુપના સભ્યો દ્વારા એક અનોખી પહેલ કરી સમાજને નવો રાહ બતાવ્યો આમ તો આ મિત્ર મંડળ દ્વારા અવારનવાર ગરીબો પ્રત્યે સહાનુભૂતિ વર્તી સમાજસેવાના ઉમદા કાર્યો કરે છે પરંતુ ક્રિસમસની રાત્રે કડકડતી ઠંડીમાં ઘરવિહોણા, ભિક્ષુક અને ગરીબો કે જેવો ઉપર આસમાન અને નીચે ધરતીમાં પોતાનું ઘર સમજી નીંદર માણતા લોકોને ગરમ ધાબળા ઓઢાડી હુંફ આપેલ. આ ગ્રુપના સભ્યો દ્વારા વાંકાનેરના અલગ-અલગ વિસ્તારમાં જાહેરમાં ઘરબાર વગરના લોકોને કે જેઓ રેલ્વે સ્ટેશન, દુકાનોના ઓટલા, પુલ ઉપર અને ઝુંપડા બાંધી રહે છે તેમને શોધી ગરમ ધાબડા આપવામાં આવેલ આ ઉપરાંત સરકારી હોસ્પિટલે પણ દરેક દર્દીને એક એક ધાબળા આપી આ ઠંડી સામે રક્ષણ આપવા હુંફ આપેલ. જાણે આ ગરીબો માટે તો આ ગ્રુપ આજની રાત સાન્તાક્લોઝ હોય અને ગિફ્ટ આપી રહ્યા હોય તેવું જોવા મળેલ. આ ઉમદા સેવા કાર્યોમાં મોરબી રવાપર રોડ ગ્રુપના સભ્યો ગોપાલભાઈ કુંડારીયા (વિન્ટેલ ગ્રુપ), જીતુભાઈ (પ્રીતમ સ્ટુડિયો), પ્રવીણભાઈ (વિરાટ એજન્સી), કમલેશભાઈ કોરડીયા, માલાસણા સાહેબ, પાર્થ બાવરવા, સચિન હીરાભાઈ તેમજ જીતુભાઇ પટેલ (વાંકાનેર તાલુકા પોલીસ) તથા રવાપરરોડ યુવા ગ્રુપના સભ્યો દ્વારા આ આયોજન કરવામાં આવેલ. [gallery ids='41391,41392']