મોરબી : વાંકાનેરના કોટડા નાયાણી ગામે રહેતા મુસ્લિમ યુવાન ઉપર રાજકોટના કોઠારીયા રોડ પર હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા ઇકબાલ દાઉદ ખેરડીયા ઉ.૩૮ નામનો યુવાન રાજકોટના કોઠારીયા રોડ પર ગણેશનગરમાં રહેતા તેમના બેનના ઘેર જતા આરોપી અનવર, હસીના, સુલતાન અને રેશ્મા સહિતના ૧૦ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયો હતો.