છએક માસથી છુટા છેડા થયા હોય કંટાળી પગલું ભર્યાનું તારણ વાંકાનેર : વાંકાનેરના વિશિપરા વિસ્તારમાં રહેતા મનોજભાઈ મેરૂભાઇ ડાભી ( ઉ.વ.34 ) આજરોજ બપોરના સમયે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ ને પોતાનું જીવન ટૂંકાવ્યું હતુ. મૃત્યુ બાબતે તેના ભાઈ ના જણાવ્યા અનુસાર મનોજના તેની પત્ની સાથે છએક માસ અગાઉ છુટા છેડા થયા બાદ એકલવાયું જીવન ગાળતા અને છૂટક મજૂરી કરી જીવન ગાળતો હોય કંટાળીને આવું પગલું ભર્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.