વાંકાનેર : વાંકાનેરના વિરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી એક શખ્સને ૩૫ લીટર દેશી દારૂ તેમજ ૭૦૦ લીટર આથા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર તાલૂકા પોલીસે દરોડો પાડીને ભાણજી વાલજીભાઈ દેકાવડીયાને પકડી પકડી પાડ્યો હતો. આ સાથે ૩૫ લીટર દેશી દારૂ અને ૭૦૦ લિટર આથો મળી કુલ રૂ. ૨૭૨૫નો મુદ્દામાલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.