વાંકાનેર : વાંકાનેર તાલુકા પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એસ.એ.ગોહિલની તાજેતરમાં ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે.મોરબી તાલુકા અને વાંકાનેર તાલુકા પીએસાઇ તરીકે એસ.એ.ગોહિલે ગંભીર ગુનાના ઉકેલીને ઉમદા ફરજ નિભાવી છે.કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા વાંકાનેર તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલે અસામાજિક તત્વોને ઝેર કરીને વાંકાનેર તાલુકામાં કાયમ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા છે.ત્યારે ભાવનગર ખાતે બદલી થતા તેમને વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી છે.