વાંકાનેર:વાંકાનેરના કણકોટ ગામે કોળી સગીરાએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતી રાધાબેન રમેશભાઈ કોળી ઉ.૧૭ નામની સગીરાએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પરિવારજનો મૃતદેહ હોસ્પિટલ લાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.