બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયું વાંકાનેર : તા.ર૮ના રોજ હિમતનગરના ઢુંઢર ગામે ખાટલામાં સુતેલી ૧૪ માસની બાળકીને આરોપી રવિન્દ્ર ગાંડે ઉઠાવી જઈ દુષ્કર્મ આચરતા ગુજરાતભરમાં આરોપી પર ફિટકાર વરસી રહી છે સાથે જ ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના લોકોમાં પણ આ સમગ્ર બનાવ મામલે ભારે રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે આ આરોપીને સખતમાં સખત સજા ફટકારવામાં આવે તેવી માંગ સાથે આજરોજ વાંકાનેર કોળી ઠાકોર સમાજ દ્વારા બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. તન્વી કો ન્યાય દો, હાઇ રે રવીન્દ્ર હાય હાય સુત્રાચાર સાથે આજે વાંકાનેર તાલુકા પંચાયત ખાતેથી બાઇક રેલી યોજી વાંકાનેર કોળી ઠાકોર સમાજના અગ્રણી જયેશ સોમાણી જિજ્ઞાસાબેન મેર આગેવાનીમાં વાંકાનેર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત તા. ર૮/૯ના રોજ હિંમતનગરના ઢુંઢર ગામે ખાટલા પર સુતેલી ૧૪ માસની બાળકીને ઉઠાવી ગયા બાદ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જેથી આવી હૃદયદ્રાવક ઘટના સમાજમાં બીજીવાર ન બને તે માટે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કોળીઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત ભોગ બનનાર બાળકીને યોગ્ય સારવાર આપવામાં આવે અને તેના પરિવારજનોને પુરતો સહકાર આપવામાં આવે તેવી રજુઆત વાંકાનેર સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા કરાઈ હતી. આ તકે જયેસ સોમાણી, જિજ્ઞાસાબેન મેર જેનતીભાઇ મદ્રેસાણિયા અસવિન મેઘાણી ભરત દેગામાસહિત ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો વગેરે આવેદનપત્ર આપવામાં જાડાયા હતા.