વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે ખેતીની જમીન ખાલી કરવાનું કહી ૬ શખ્સોએ આધેડને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના રાતીદેવડી ગામે વલીમામદભાઈ આહમદભાઈ કડાવારની માલિકીની ખેતીની જમીન ખાલી કરવાનું કહી રિઝાનભાઈ, મુનાફ શેરસિયા, જેહાદ સિપાહી, જીતેન્દ્રસિંહ ઝાલા, બાબુભાઇ કોળી, આરીફભાઈએ અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વલીમામદભાઈએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.