વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામમાં સરપંચ પુત્ર અને તે જ ગામના કડીવાર જલાલભાઈ વચ્ચે જુના મનદુઃખના મામલે રકજક થયેલ હતી જેનો ખાર રાખી આજરોજ સહકારી મંડળી એ ખાતર લેવા આવેલ તે વેળાએ ફરી મામલો રકજક શરૂ થઈ અને કજીયા નું સ્વરૂપ ધારણ કરી મામલો પોલીસ મથકે પહોંચેલ છે. જે અંગે વાંકાનેર તાલુકા પોલીસ માંથી જાણવા મળેલ વિગત મુજબ ફરિયાદી ગાજીભાઈ જલાલભાઈ એ સરપંચ પુત્ર જુબેર વિરુદ્ધમાં એવી ફરિયાદ કરી છે કે અગાઉ ચૂંટણીનો ખાર રાખીને અમો ફરિયાદીને ઈલેક્ટ્રીક લાઈન લેવા માટે ઓળખ દાખલા ની જરૂર પડેલી જે દાખલા કાઢી આપવામા આવેલ નહીં અને આ બાબતે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જ્યારે સામા પક્ષે ફરિયાદી જુબેર મહેબુબભાઈએ આરોપી ગાજીભાઈ અને તેના ભાઈ હનીફ તેમજ બંને ભાઈઓના એક એક પુત્ર મળી કુલ ચાર વ્યક્તિઓએ એક સંપ કરી આજરોજ સહકારી મંડળી એ 50 થેલી ખાતર માંગેલ જે સ્ટોક ઓછો હોવાનું કહી દેતા સાથે જ આરોપીઓએ ગાળો બોલી હાથમાં લાકડી નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આપતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.