વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામના ખેડૂતોને પાક વીમો આપવાની માંગ સાથે ખેડૂતોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. ઉપરાંત જો પાક વીમો આપવામાં નહિ આવે તો ઉપવાસ કે કોર્ટનો માર્ગ અપનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. પંચાસિયા ગામના અશરફભાઈ અલીભાઈ માથકિયાએ જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવ્યું કે વાંકાનેર તાલુકાના પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના અંતર્ગત માત્ર ૧૨ ગામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૧૧૨ ગામનોને અપુરતા વરસાદ અને ગુલાબી ઈયળના કારણે કપાસમાં નુકશાન વેઠવું પડ્યું હતું. ઉપરાંત પંચાસિયા ગામના ખેડુતો પણ નિયમિત પ્રીમિયમ ભરે છે. તેમ છતાં સંકટના સમયે વીમો મળ્યો નથી. વીમા કંપનીએ પંચાસિયા ગામનો પાક પણ નિષ્ફળ ગયો હોવાનું દર્શાવ્યું છે. તેમ છતાં પાકવિમો આપવામાં ગામની બાદબાકી કરી નાખવામાં આવી છે. જો પંચાસિયા ગામને તાત્કાલિક વીમો આપવામાં નહિ આવે તો ઉપવાસ કે કોર્ટનો માર્ગ પકડવાની ફરજ પડશે.