વાંકાનેર : વાંકાનેર પોલીસે ગતરાત્રે બાતમીના આધારે કોઠારીયા ગામે દારૂની રેડ કરીને ત્યાંથી 25 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ એસ.પી.કરનરાજ વાઘેલા અને વાંકાનેરના પી.એસ.આઇ.એસ.એ.ગોહિલની સુચનાને પગલે એ.એસ.આઇ.વશરામભાઈ દેવાયતભાઈ, પ્રો.કોન્સ.જીતેન્દ્રસિંહ ગતરાત્રે આઉટ પોસ્ટમાં નાઈટ રાઉન્ડમાં હતા.તે સમયે એવી બાતમી મળી હતી કે,વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વિજય ચકુભાઈ કોબીયા અને જયદીપ ગોરધનભાઇ કોબીયા ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.તેવી બાતમી મળતા પી.એસ.આઇ.બી.ડી.પરમાર,તથા સ્ટાફના વશરામભાઈ દેવાયતભાઈ, જીતેન્દ્રસિંહ દિલીપસિંહ, જગદીશભાઈ ચીકાભાઈ, હરપાલસિંહ જ્યેન્દ્રસિંહ સહિતનાએ કોઠારીયા ગામે દારૂની રેડ કરીને ત્યાંથી આરોપી વિજય કોબીયાને 25 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો હતો.તેમજ બીજો આરોપી હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધીને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne