નગરપાલિકા દ્વારા વીજતંત્રને જાણ કરાતા તાત્કાલિક કામ ચાલુ કર્યું વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા ના શહેરી વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતા સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે આવેલ સંપમાં ટીસી થી ઇલેટ્રીક પેનલ સુધીનો વીજવાયર બળી જતાં વાંકાનેર શહેર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો હતો જેથી દિવાળી નો સમય નજીક આવતો હોય પાણીની જરૂરિયાત વધુ હોવાના લીધે તાત્કાલિક નગરપાલિકા દ્વારા વીજ કંપનીને જાણ કરાતાં વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે નવો કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે આજે બપોર સુધીમાં કમ્પલેટ ચાલુ થઈ જવાની શક્યતાઓ જણાઈ રહી છે. વાંકાનેર નગરપાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ શહેરી વિસ્તારમાં કેબલ ફોલ્ટ થવાના લીધે પાણી વિતરણ એક દિવસ મોળું ચાલશે જે સમગ્ર નગરવાસીઓએ ધ્યાનમાં લેવા વિનંતી.