વાંકાનેરના ગારીયા ગામે સોનાના દાગીના સાફ કરવાને બહાને ગઠિયા ૯૦ હજારના ઘરેણાં લઈ ગયા વાંકાનેર : આજના ઝડપી અને ઈન્ટરનેટ ટેકનોલોજીના યુગમાં દાગીના સાફ કરવાને નામે છેતરપિંડીના રોજે રોજ કિસ્સા બની રહ્યા હોવા છતાં સાવધ નહિ રહેતા લોકો છેતરાઈ જાય છે ત્યારે વાંકાનેરના ગારીયા ગામે પણ આવા જ એક ચોંકાવનારા બનાવમાં બે ગઠિયા દાગીના કૂકરમાં નાખો ચોખ્ખા થઈ જશે કહી ૯૦ હજારના ઘરેણાં તફડાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ચોકવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરે વાંકાનેરના યજ્ઞપુરુષ નગર (ગારીયા) ગામે બપોરે દાગીના સાફ કરવાના નામે છેતરપિંડી આચરતી ગેંગના બે સભ્યો શિકારની શોધમાં નીકળ્યા હતા જેમાં જાનકીબા નરેન્દ્રસિંહ ચુડાસમા, ઉવ-૨૨ વાળા પોતાના ઘેર હતા ત્યારે આશરે ૩૦ થી ૩૨ વર્ષની ઉંમરના બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને જાનકીબાને વિશ્વાસમા લઈ તેમને પહેરેલ સોનાની બંને કાનની બુટી તથા મંગળસુત્ર મળી કુલ ત્રણ તોલા કિ.રૂ. ૯૦૦૦૦નુ ઘરેણુ સાફ કરવાના બહાને કુકરમાં નાખી છેતરપીંડી કરી નાસી ગયા હતા. આ ચોંકાવનારા કિસ્સામાં હાલ વાંકાનેર તાલુકા પોલોસે બન્ને અજાણ્યા ઈસમો વિરુદ્ધ વિશ્વાસઘાત કરી એકબીજાને ગુન્હામા મદદગારી કરી ગુન્હો આચરવા મામલે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.