ફકીરગેંગ રાજશક્તિ પેટ્રોલપમ્પ લૂંટવાણી ફિરાકમાં હતી : અગાઉ રીક્ષામાં મુસાફરને સ્વાંગમાં ૧૭ લૂંટ કર્યા નો ધડાકો મોરબી : મોરબી જિલ્લામાં અનેક લૂંટને અંજામ આપનાર ખુંખાર ફકીર ગેંગ પેટ્રોલપમ્પના કર્મચારીને લૂંટ તે પહેલાં જ મોરબી એલસીબીએ આ ખુંખાર ગેન્ગને હથિયાર સાથે ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, એલસીબીએ ઝડપેલી આ ગેંગે અગાઉ ૧૭ જેટલી લૂંટ કર્યાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક રાજશક્તી પેટ્રોલ પંપને લૂંટવા જતા અજય કેશર વડાલીયા, ઇમરાન દાઉદ બાંભણીયા, મેરુ ઉર્ફે મેરો નરશી પીપળીયા, પ્રકાશ ઉર્ફે પકો નરશી પીપળીયા, રશુલ હાજી શાહમદાર, બાદશાહ રમજાન શાહમદાર, નિતેશ જશવંત ઉર્ફે જશા પનારીયા, સલિમ ઉર્ફે હેબો મેરાશા દીવાન, સમીર મેરાશા દીવાન, શહેજાન ઉર્ફે મુસો હનીફ કાજીને એલસીબીની ટીમે ૧ પિસ્તોલ, ૯ જીવતા કાર્ટિઝ, ૩ છરી, ૧૬ મોબાઈલ ફોન અને બે બાઈક મળી કુલ રૂ. ૧,૨૪,૫૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બન્ને મોટરસાઇકલ આરોપીઓએ રાજકોટથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત તેઓએ મોરબીના વાંકાનેર બજારમાં આવેલ સોનીની દુકાન લૂંટવા, હળવદ-સરા રોડ પર આવેલ ખોડિયાર ટ્રેડર્સના વેપારીને લૂંટવા, હળવદ-સરા રોડ પર નિકો નામના ચા પાણી તથા પાનની દુકાનના વેપારીને લૂંટવા તેમજ મહેસાણા અને કચ્છમાં મળીને કુલ ૫ જગ્યાએ લૂંટ ચલાવવા માટે રેકી કરી હોવાની કેફિયત આપી છે. આ સાથે લૂંટારૂઓ મોરબી જિલ્લાના લૂંટના ૯, ઘરફોડ ચોરીની કોશિશના ૨, રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં અપહરણના ૧, ગેરકાયદેસર હથિયારના ૩, વાહન ચોરીના ૧ અને સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટના ૧ ગુનામાં સંડોવાયેલા હોવાની કબૂલાત આપી છે. ફકીર ગેંગના લૂંટારૂઓએ ૧૭ જેટલા ગુના કર્યા હોવાની કબુલાત આપી મોરબી એલસીબીએ પેટ્રોલ પંપ લૂંટવા આવેલા ખૂંખાર ફકીર ગેંગના ૧૦ લૂંટારૂઓને પકડી પાડ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન આ લૂંટારૂઓએ ૧૭ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી છે. જે નીચે મુજબ છે. 1) ઢૂંવા વાંકાનેર રોડ પર ૧૦ માસ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રૂ. ૪૦ હજાર તથા મોબાઇલની લૂંટ ચલાવી છે. 2) મોરબીની એલઇ કોલેજ પાસે ૧૦ માસ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ. ૧૭૦૦ અને મોબાઇલની લૂંટ ચલાવી છે. 3) મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે એકાદ વર્ષ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રૂ. ૫૦૦ અને મોબાઈલની લૂંટ ચલાવી છે. 4) રફાળેશ્વર ગામ પાસે ૯ માસ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રૂ. ૫૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે. 5) વાંકાનેરના ઢૂંવા પાસે એકાદ વર્ષ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ. ૨૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે. 6) લાલપર ગામ પાસે ૯ માસ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ.૨૦૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે. 7) સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે દોઢ વર્ષ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ. ૩૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે. 8) મોરબીના સરતાનપર રોડ પર એકાદ વર્ષપૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ. ૧૮૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે. 9) મોરબી-રાજકોટ હાઇવે પર અજંતાના કારખાના સામે ચાર દિવસ પૂર્વે પાણીપુરીની લારી વાળાને છરી બતાવી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે. 10) મોરબીના પાવળીયારી પાસે દોઢ વર્ષ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 11) મોરબી શનાળા રોડ પર સરદારબાગ પાસે પેટ્રોલ પંપ સામેની શેરીમાં આવેલ મકાનમાં બે વર્ષ પૂર્વે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘરના વ્યક્તિઓ જાગી જતા આરોપીઓ ત્યાંથી નાશી છૂટ્યા હતા. 12) મોરબી માર્કેટ યાર્ડ સામે આવેલ કાપડના વેપારી કિરીટભાઇના મકાનમાં દોઢ વર્ષ પૂર્વે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘરના વ્યક્તિઓ જાગી જતા આરોપીઓ નાસી છૂટ્યા હતા. અજય નામનો આરોપી અગાઉ અપહરણ વિથ પોકસો, હથિયાર ધારા હેઠળના ત્રણ ગુનાઓ અને એક મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયો હતો.