સ્ટ્રીટ લાઈટ, ગટર સફાઈ, પાણી અને કચરા ગાડીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા વાંકનેર શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ ગોરીયાની માંગવાંકનેર: વાંકનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે વાંકનેર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ કે. ગોરીયા દ્વારા વાંકનેર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મિલપ્લોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીનું પ્રમાણ વધી ગયું છે. આ ઉપરાંત રસ્તા પરની સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે, ગટરની યોગ્ય સફાઈ થતી નથી, પીવાનું પાણી સમયસર મળતું નથી અને કચરાની ગાડી પણ નિયમિત આવતી નથી. આ તમામ સમસ્યાઓના કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.અગાઉ પણ આ અંગે મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી. જેથી નગરપાલિકા તંત્ર આ બાબતની ગંભીરતા સમજીને મિલપ્લોટ વિસ્તારની સમસ્યાઓનો વહેલી તકે કાયમી નિકાલ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.#Wankaner #WankanerNews #MorbiUpdate #WankanerNagarpalika #CivicIssues #MilPlot #PublicGrievance