(હરદેવસિંહ ઝાલા) વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી બી.વી. પરમારના હસ્તે કાનૂની સહાયતા કેન્દ્રનો પ્રારંભ વાંકાનેર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લીગલ એઈડ કલીનીક નો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી બી.વી. પરમાર સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લીગલ એઈડ કલીનીક ના પ્રારંભથી વાંકાનેર પંથકના લોકોને કાનૂની સહાય તેમજ માર્ગદર્શન સરળતાથી મળી રહે તેવા હેતુથી વાંકાનેર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે લિગલ એઈડ ક્લિનિકનો ન્યાયધીશ બી.વી. પરમારના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો જે પ્રસંગે કબીરભાઈ તથા વાંકાનેર સીટી પીઆઈ બી.ટી. વાઢીયા સાહેબ તથા પી.એસ.આઇ રામદેવસિંહ જાડેજા તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા લીગલ એઈડ ક્લિનિકમાં પી.એલ.વી. હરદેવસિંહ બી. ઝાલા તેમજ મદિનાબેન એ. વકાલીયા કામગીરી સંભાળશે.