વાંકાનેર : વાંકાનેર પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોગ્યનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં રમતો જુગાર ઝડપી લઈ આઠ શખ્સોને પકડી પાડ્યા હતા. વાંકાનેર પીએસઆઇ એમ.જે.ધાધલ તથા એએસઆઇ, એન.એન.પારઘી, હેડ.કોન્સ. કોન્સ. આર.એચ.જાડેજા, પો.કો. અરવિંદભાઇ ઓળકીયા, હરેશભાઇ આગલ સહિતના પેટ્રોલિંગમાં હતા ત્યારે આરોગ્યનગર ક્બ્રરતાન પાસે રહેણાક મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે જીતનો જુગાર રમતા (૧)શૈલૈન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, રહે રાતીદેવડી તા, વાંકાનેર (ર) અબજલભાઇ રસુલભાઇ ખોખર, વાંકાનેર (૩) જયેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહીલ, વાંકાનેર (૪) અલ્તાફભાઇ રસુલભાઇ ખોખર, વાંકાનેર (૫) સલીમભાઇ અબદુલભાઇ મેસાણીપા, વાંકાનેર (૬) હોર્રનભાઇ ભરતભાઇ રાઠોડ, વાંકાનેર (૭) અરજણભાઇ રઘુભાઇ ગમારા, વાંકાનેર તથા (૮) મેરૂભાઇ આંબાભાઇ સાવઠારીપા, વાંકાનેર વાળાને રૂપિયા ૩૦૯૪૦ની રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.