આ આયોજન કેન્દ્રીય વિદ્યાલય -રાજકોટ ના સંકલન થી કરવામાં આવ્યું વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઘીયાવાડ પ્રાથમિક શાળા અને રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયના સંકલન દ્વારા 'જોય ઓફ ગીવીંગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય વિદ્યાલયના બાળકોએ ઘીયાવાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોતાની વસ્તુઓ આપી આંતરિક આનંદ મેળવ્યો હતો.'જોય આેફ ગીવીંગ' એટલે તમારે ના જોઈતી વસ્તુઓ બીજા ને આપી ને આંતરિક આનંદ મેળવવો. જેમાં કેન્દ્રીય વિદ્યાલય-રાજકોટ ના બાળકો દ્વારા ઘીયાવડ પ્રાથમિક શાળાના 164 બાળકોને સ્ટેશનરી અને કપડાં તથા બીજી જરૂરી ચીજવસ્તુ ઓ ભેટ આપી હતી. કેન્દ્રીય વિદ્યાલય-રાજકોટના પ્રિન્સીપાલ અંબરીશ કે. ગુપ્તા તથા શિક્ષક પ્રણવ જાની અને જયેન્દ્ર વાઘેલા એ સમગ્ર કાર્યક્રમ નું સંકલન કરેલ હતું. ઘીયાવડ પ્રાથમિક શાળા માંથી શિક્ષક નમ્રતાબા અને કવિતાબેન એ વિતરણ માટે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત ઘીયાવાડ પ્રાથમિક શાળામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. જેમાં શિક્ષક રવજીભાઈએ વિદ્યાર્થીઓને વસ્તી વધારાના ગેરફાયદા સમજાવીને ચર્ચા સભા યોજી હતી. તેમ ઘીયાવાડ પ્રાથમિક શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ દ્વારા જણાવાયું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne