મોરબી : વાંકાનેર તાલુકાના ગાંગિયાવદરમાં સરકારી ખરાબાની જમીન પર મકાન બનાવનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિ પર અધિકારીઓની હાજરીમાં હુમલો થતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ના ગાંગિયાવદર ગામે ચોથા રવજી સાહિતનાઓએ સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરી મકાન બનાવી લેતા આ મામલે પાંચાભાઈ વસરામભાઈ ધરજીયાએ મામલતદાર કચેરીમાં ફરિયાદ કરી હતી. જેને પગલે દબાણ અંગે સર્કલ ઓફિસર અને ટીડીઓ સ્થળ તપાસ માટે આવતા આ સમયે ફરિયાદીને પંચરોજકામ માટે બોલાવ્યા હતા એ સમયે આરોપી ચોથા રવજી,શૈલેષ ચોથા અને વિરમ રવજીએ ફરિયાદી પાંચાભાઈ પર અધિકારીઓની હાજરીમાં કુહાડી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બાબતે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.