વાંકાનેર : વાંકાનેરના યુવા અને જાગૃત પત્રકાર તેમજ સમાજ સેવા માટે સદાય તત્પર રહેતા ગૌપ્રેમી હરદેવસિંહ ઝાલાનો આજે જન્મ દિવસ છે. ૧૩ ઓક્ટોબરના રોજ જન્મેલા હરદેવસિંહ ઝાલા છેલ્લા પાંચ વર્ષથી પત્રકારત્વક્ષેત્રે નીડરતાથી કાર્ય કરી રહ્યા છે તેઓ હાલમાં મોરબી અપડેટ, ગુજરાત મિરર અને ક્રાઈમ ન્યુઝમાં લોક પ્રશ્નોને વાચા આપી રહ્યા છે સાથે - સાથે ક્ષત્રિય ધર્મ બજાવી કતલખાને જતા ગૌવંશને બચાવવાનું ઉમદા કાર્ય પણ કરતા હોય તાજેતરમાં ગાંધીનગર ખાતે ભારત રક્ષામંચની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તેઓને શ્રેષ્ઠ ગૌરક્ષક તરીકેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બહોળો મિત્ર વર્ગ ધરાવતા હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ હોય મિત્ર સર્કલ તેમજ સામાજિક સંસ્થાઓ તરફથી તેમને મોબાઇલ નંબર ૯૯૨૫૬૦૦૦૦૭ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.