તાકીદે માંગણીઓ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વાંકાનેર : વાંકાનેરના પાટીદાર ગ્રુપ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે જો તાકીદે માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. વાંકાનેરના પાટીદાર ગ્રુપ દ્વારા મામલતદારને આવેદનમાં જણાવાયું હતું કે પાટીદારોને અનામત આપવા મુદે ગંભીરતાથી વિચારવામાં આવે. સરકાર વહેલી તકે આ મુદ્દે હકારાત્મક વલણ દાખવે તે ઇચ્છનીય છે. ઉપરાંત અલ્પેશ કથીરિયાને ખોટી રીતે રાજદ્રોહના કેસમાં ફસાવામાં આવ્યા છે. ત્યારે તેઓને જેલમુક્ત કરવામાં આવે. વધુમાં જણાવાયું કે હાર્દિક પટેલના નિવાસ સ્થાને આવતા સમર્થકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ હેરાનગતિ તાકીદે બંધ કરવામાં આવે તેવી માંગ છે.