વાંકાનેરમાં ધાર્મિક ઉત્સાહ સાથે ઠેર ઠેર ગણપતીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે વાંકાનેર ગાયત્રી મંદિર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમ પાસે પણ આ વર્ષે પ્રથમ વખત 'વંદે માતરમ ' ગ્રુપ દ્વારા 'તલાવડી કા રાજા'ની હર્ષભેર સ્થાપના કરવામાં આવી છે. તલાવડી કા રાજાના આયોજક મનીષભાઈ શુકલ(મંત્રી)એ જણાવ્યું હતુંકે, અહીં રોજ રાત્રે ૮ કલાકે મહાઆરતી કરવામાં આવે છે અને આરતી બાદ વિવિધ સાંકૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ રોજ બહોળી સંખ્યામાં અહીંના લતાવાશિયો ગણપતિ બાપાના દર્શનનો લહાવો લે છે.