વાંકાનેર તાલુકા પોલીસની ટીમે 23 પાડાઓને મુક્ત કરાવી પાંજરાપોળમાં મોકલીને બે બોલેરો પીકઅપ વાન સાથે રૂ.4.23 લાખનો મુદામાલ કબ્જે કર્યો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ગતરાત્રે બાતમીના આધારે સતાપર ગામે વોચ ગોઠવીને બે બોલેરો પીક અપ વાનમાં ઠાંસી ઠાંસીને થાનથી રાજકોટ તરફ કતલખાને લઈ જવતા 23 પાડાઓને બચાવીને ચાર શખ્સોની ધરપકડ કરી હતી.પોલીસ આ 23 પાડાઓને પાંજરાપોળમાં મોકલી બે બોલેરો પીક અપ વાન સહિત કુલ રૂ.4.23 લાખનો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર વાંકાનેરના પી.એસ.આઇ.શક્તિસિંહ ગોહિલને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.ડી.પરમાર તથા ધર્મેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ બાતમીના આધારે ગતરાત્રે વાંકાનેરના સતાપર ગામે વોચમાં ગોઠવાયો હતો.તે સમયે ત્યાંથી બે બોલેરો પીક અપ વાન નીકળતા આ બન્ને વાહનને અટકાવીને તલાશી લેતા તેમાં પાડાઓ ઠાંસી ઠાંસીને કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા.અને આ પશુઓ માટે ચારાની કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી આથી આ બન્ને વાહનમાં બેઠેલા ચાર શખ્સોની પૂછપરછ કરતા તેમણે આ પશુઓને ગેરકાયદે થાનથી રાજકોટ તરફ લઈ જતા હોવાથી કબુલાત આપી હતી.તેથી બન્ને વાહનમાં રહેલા 23 પાડાઓને મુક્ત કરાવી પાંજરાપોળમાં મોકલી દીધા હતા અને બોલેરો પીક અપ વાનમાં બેઠેલા વિરમ જકશીભાઈ સાડમિયા, સુરેશભાઈ છનાભાઈ માથસૂરિયા, અજિતભાઈ જગાભાઈ મોરી અને રમેશભાઈ વેરશીભાઈ માથસૂરિયા રહે ચોટીલા સામે ગેરકાયદે પશુઓની હેરાફેરીનો ગુનો નોંધી આ ચારેયની ધરપકડ કરી હતી.તેમજ કુલ રૂ.4.23 લાખનો મુદામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne