તંત્ર દ્વારા કાર સાથે પાણીમાં તણાયેલા 3 લોકોની શોધખોળ હાથ ધરાઈ વાંકાનેર : મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર નદી-નાલા બે કાંઠે વહી રહ્યા છે. ત્યારે વાંકાનેરના દિઘલિયા અને સેખરડી વચ્ચે મહાનદીમાં આવેલા બેઠા કોઝવે પર પાણીમાંથી કાર પસાર કરતી કાર પાણીમાં તણાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી 2 લોકો બહાર નીકળવામાં સફળ થયા હતાં પરંતુ ત્રણ લોકો કાર સાથે પાણીમાં તણાઈ ગયાની વિગતો મળી છે. હાલ તો સ્થાનિક લોકોની મદદથી તંત્ર દ્વારા પાણીમાં તણાઈ ગયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.