વાંકાનેર : વાંકાનેર નજીક વૃક્ષના છાયે પાર્ક કરેલ વાહન હટાવી લેવાનું કહી એક ઇકો ચાલકે ધાક ધમકી આપી હોવાની રસીકગઢ ગામના રહીશે રજૂઆત કરી છે. પોલીસે આ અરજી ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના રસિકગઢ ગામના ઇલમુદીન અબુજીભાઈ બાદીએ વાંકાનેર તાલુકા મથકે રજૂઆત કરી હતી કે તેઓએ વાંકાનેર બાઉન્ટરી સર્કલ પાસે વૃક્ષના છાયે પોતાનું વાહન પાર્ક કર્યું હતું. ત્યારે જી.જે ૦૩ એચકે ૨૪૯૬ નંબરની ઇકો લઈને આવેલા માથાભારે શખ્સે ત્યાંથી વાહન હટાવી લેવાનું કહીને અપશબ્દો કહ્યા હતા. ઉપરાંત હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી.