આર.આર.સેલની કામગીરી : પોલીસે રૂ.૨૪ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી મોરબી : વાંકાનેર નજીકથી આર.આર સેલે રૂ.૧૪.૪૦ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક અને દારૂ સહિત રૂ.૨૪.૪૦ લાખનો મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.દારૂ ભરેલા ટ્રક ઉપર ડાક પાર્સલ ગાડી એવું લખેલું હતું. આમ બુટલેગરોએ ડાક પાર્સલ લઈ જતા ટ્રકોની આડમાં દારૂની હેરાફેરી શરૂ કરી હોવાની શક્યતા છે. પ્રાપ્ત થતી વિગત મુજબ આર.આર.સેલે વાંકાનેર નજીકથી રૂ.૧૪.૪૦ લાખની કિંમતનો ૪૫૬૦ દારૂની બોટલનો જથ્થો ભરેલો ટ્રક નંબર એચઆર 55 આર 3168 ઝડપી પાડ્યો છે. આ દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને પણ પકડી પાડ્યો છે. પોલીસે રૂ.૧૪.૪૦ લાખનો દારૂ અને રૂ.૧૦ લાખનો ટ્રક મળી કુલ ૨૪.૪૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે અંગે પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. [caption id='attachment_23594' align='aligncenter' width='169'] ફોટો : અતુલ જોશી[/caption]