વાંકાનેર : વાંકાનેરના સરતાનપર ગામ નજીક યુવાને બાકી નીકળતા મજૂરીના પૈસા માંગતા ઉશ્કેરાયેલા ૩ શખ્સોએ યુવાન પર હૂમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેરના સરતાનપર ગામ નજીક આવેલ સાઇન્ટિફિકા સીરામીકની ઓરડીમાં રહેતા જીતેન્દ્રસિંહ હોરીલાલ સૈને વાંકાનેર તાલૂકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના મજૂરીના બાકી નીકળતા પૈસા માંગતા સતવીર ઉર્ફે સતુ અરતરસિંહ ગુર્જર, દિનેશ ગયાપ્રસાદ ગુર્જર અને દિનેશ તુલસીપ્રસાદ ગુર્જરે તેઓએ લાકડી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.