ખરીફ સિઝન સમયે જ ખાતર બિયારણના ભાવમાં વધારો કરાતા આંદોલનની ચીમકી વાંકનેર : ચોમાસુ સિઝન નજીક આવતા જ ખાતર તથા બિયારણના ભાવમાં થઈ રહેલા ભાવવધારાના વિરોધમાં વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી તાકીદે ભાવ ધટાડો કરવા માંગ ઉઠાવી છે અન્યથા આંદોલનની ચીમકી પણ ઉછરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરતા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદભાઈ ગઢવાળા એ જણાવ્યું છે કે, હાલ દેશના ખેડૂતોની પરીસ્થિતી ખુબજ ગંભીર છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે જેમાં મોટા ભાગે ગુજરાતના ખેડુતોનું ખેતી માં મહત્વનું યોગદાન રહે છે. હાલે ગુજરાત માં વાવણી નો સમય ચાલી રહયો છે જેમાં ખેડુતો ને પડતી મુશ્કેલી જેવી કે, દીન પ્રતિદીન વધતા બિયારણ અને કૃત્રીમ ખાતર, ડી.એ.પી. ખાતરમાં એકાએક ભાવ વધારો થતા ખેડૂતો કઈ રીતે વાવેતર કરી શકે ? ખેતી પ્રઘાન દેશના ખેડૂતોના પ્રશ્નો ને ઘ્યાનમાં લઈ ખેડુતો પ્રત્યે આપની સરકાર અતિસંવેદનશીલ બને તથા ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ કરવામાં આવે તેવી માંગ તેમણે ઉઠાવી હતી. વધુમાં ખેડૂતોના આ પ્રશ્નોનો ટુંક સમય માં ઉકેલ લાવી ડી.એ.પી. ખાતર ના ભાવ ઘટાડવામાં નહી આવે અને પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો વાંકાનેર યુથ કૉંગ્રેસ દ્વારા વાંકાનેર તાલુકાના તમામ ખેડૂતો તથા અન્ય તાલુકાના ખેડૂતોને સાથે રાખી ગાંધી ર્ચિઘ્પા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ રજુઆતમાં ઉચ્ચારવામાં આવી હતી. અંતમાં વાંકાનેર તાલુકાના ખેડુતો તથા ગુજરાત ના તમામ ખેડૂતો માટે આપની સરકાર તરફથી યોગ્ય પગલા લેવાય તેવી અપેક્ષા સાથે તાકીદે ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવા જણાવાયું હતું.