વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ઘનશ્યામ ઉર્ફે ઘનિયો જીવરાજભાઈ પઢારીયા (ઉ.વ. 38, રહે. વાંકાનેરના ગાયત્રી મંદિર પાસે, મફતિયાપરામાં, જી. મોરબી)ને 12 માસ માટે મોરબી, રાજકોટ શહેર જિલ્લા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લા,કચ્છ (ભુજ) તથા જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવા હુકમ કરવામાં આવેલ છે. જેને આજે તા. 28 જાન્યુઆરીના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવી હદપારી હુકમની બજવણી કરી આરોપીને હદપાર કરવા તજવીજ કરેલ છે.