વાંકાનેર : વાંકાનેરના સરતાનપર નજીક સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ શ્રમિક યુવતીનો દુપટો મશીનમાં આવી જતા મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ કાસા ટાઈલ્સ નામની સીરામીક ફેકટરીમાં મજુરી કામ કરતી પરપ્રાંતીય યુવતી સજના બુધાનભાઈ બાંધુડીયા ઉ.૧૯ કામ કરતી હતી ત્યારે અકસ્માતે મશીનમાં તેનો દુપટો આવી જતા ગળેટુપો લાગવાથી તેણીનું મોત નીપજ્યું હતું. આ અંગે મહિલાના મૃતદેહને મોરબી પીએમ અર્થે ખસેડીને વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.