વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવબાપાની જગ્યા નજીકથી બે અજાણ્યા શખ્સો 5 વર્ષના એક બાળકનું અપહરણ કરી જતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ગુન્હો નોંધી અપહત બાળકને શોધવા દોડધામ આદરી છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર તારીખ 27 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 09 :45ના સુમારે GJ 10 પાસિંગ વાળી કારમાં સફેદ કપડાં પહેરેલા 2 અજાણ્યા શખ્સો પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયા નામના 5 વર્ષના બાળકનું કોઈ અગમ્ય કારણોસર અપહરણ કરી ગયાની ફરિયાદ અપહતના વાલીએ તાલુકા પો.મથકમાં નોંધાવી છે. વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા અપહત બાળકે સફેદ કલરનો ઝભ્ભો તેમજ સફેદ કલરનો લેંઘો પહેર્યો છે. અઢી ફૂટ ઊંચાઈ અને પાતળો બાંધો ધરાવતા બાળકની આંખો અને વાળનો રંગ કાળો છે, ઘઉંવર્ણ વાનના બાળકનું મોઢું લંબગોળ છે તથા માત્ર ગુજરાતી ભાષા જ જાણે છે. ફોટામાં દર્શાતા બાળક અંગે કોઈને કંઈ પણ જાણકારી મળે તો વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના નંબર 02828 220665 પર જાણ કરવા અપીલ કરાઈ છે.