વાંકાનેર : પરસોત્તમ રૂપાલાએ રાજા-રજવાડાઓને લઈને કરેલા નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામે ભાજપના નેતઓને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની સમસ્ત ક્ષત્રિય સમાજ જુની કલાવડી દ્વારા માંગ કરવામાં આવી છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપના કાર્યકરો અને ઉમેદવારોને પ્રચાર માટે ગામમાં પ્રવેશ ન કરવાની જાહેરાત કરાઈ છે. સાથે જ સમસ્ત ક્ષત્રિય સમાજ જુની કલાવડીએ ભાજપનો બહિષ્કાર કર્યો છે.