અગાઉ કરેલો પોલીસ કેસ પાછો ખેંચવા ધમકી અપાઈ વાંકાનેર : વાંકાનેરના મેસરિયા ગામમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા જાનથી મારી નાખવા ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા વાલાભાઈ કારાભાઈ ડેડવા ને આજ ગામના આમદ અબ્દુલભાઇ મુસ્લિમે અને તેના બે દીકરાએ વાલાભાઈના પુત્ર પ્રકાશે આગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી મૂંઢમાર મારી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, જાનથી મારીનાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.