વાંકાનેર : વાંકાનેરના જોધપર ગામના ઉપસરપંચે ૪ શખ્સો સામે ધમકી આપી હોવાની તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના જોધપર ગામે ઉપસરપંચ નો હોદ્દો ધરાવતા મનુભાઈ વાઘાભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે જોધપર ગામના આમદભાઇ અલાઉદીન ખોરજીયા, રહીમભાઈ હબીબભાઇ શેરસીયા, અબ્દુલભાઇ હસનભાઈ ખોરજીયા અને ઇબ્રાહીમ નુરમામદ સેરસીયાએ અમારા ઘર પાસે આવેલ ખરાવાડમાં અમારા લાકડા, ઇંટો અને લાદી પડેલ હોય આરોપીઓએ એકસંપ કરી કહેલ કે આ બધો માલસામાન તાત્કાલિક લઇ લેજે નહીંતર જેસીબીથી તારું ઘર ઉડાડી દઈશ તેમ કહી માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિપ્રત્યે અપશબ્દો બોલી હડધૂત કર્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસે ૪ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ એસસી/એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે.