વાંકાનેર તાલુકાના ૧૦૧ ગામો પૈકી માત્ર ૧૨ ગામોને જ કપાસનો વીમો મળ્યો : અન્યાય થઈ રહ્યો હોવાનો ખેડૂતોનો સુર વાંકાનેર : તાજેતરમાં પાક વીમાની જાહેરાત થઇ છે જેમાં કયા ગામને વીમો મળ્યો અને કયા ગામે ન મળ્યો તેની યાદી વીમા કંપનીએ જાહેર કરી દીધી છે. વાંકાનેર તાલુકાના ૧૦૧ ગામો છે જેેમાંથી માત્ર ૧૨ ગામો ને માત્ર કપાસના પાકનો જ વિમો મળ્યો છે, ઘણી જગ્યાએ એવું થયું છે કે એક ગામને વીમો મળ્યો છે એના પાડોશી ગામને વીમો નથી મળ્યો. જેના કારણે ખેડુતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાંકાનેર તાલુકાના જે ગામોને વીમો મળ્યો છે તે નેશનલ હાઈવેથી પૂર્વ દિશાના ગામો છે પશ્ચિમ દિશાના ગામોને વિમો મળ્યો નથી જેમાં એકમાત્ર વઘાસીયા ગામ અપવાદરૂપ છે. વાંકાનેર તાલુકાના અદેપર, કેરાળા, ખાનપુર, જાલીડા, દેરાળા, રાજસ્થળી, રાતાવીરડા, લાકડધાર, લુણસર, વઘાસીયા સમથેરવા અને સરતાનપર ગામોને વીમો મળ્યો છે. આ બાર ગામોને માત્ર આશરે એવરેજ ૨૩ ટકા વીમો મળ્યો છે. આ વીમા કંપનીની અયોગ્ય અને ભેદભાવભરી નીતિ સામે લોકોમાં આક્રોશ ઉભો થયો છે અને ઘણા રાજકીય વ્યક્તિઓ ફરજિયાત વીમો લેવાનો આગ્રહ કરતા હતા પરંતુ જ્યારે ખેડૂતોને વીમો ન મળ્યા પછી અને ખેડૂતોને અન્યાય થયો છે આમ છતાં કોઈ રાજકીય વ્યક્તિ એક પણ નિવેદન હજુ સુધી આપ્યું નથી કે કોઈ તેની સામે કોઈ લડત આદર્શ તેવી પણ જાહેરાત કરી નથી.