ગુનામાં વાપરેલ હથિયાર અને બે કાર કબ્જે કરાઈ વાંકાનેર : વાંકાનેરમાં હત્યાનો પ્રયાસ અને હથિયાર સહિતના ગુનામાં નાસતા ફરતા પાંચ આરોપીઓને પોલીસે લાલપર ગામેથી પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર પોલીસે હત્યાનો પ્રયાસ અને હથિયાર રાખવાના ગુનામા નાસતા ફરતા શૈલેષ રામજી આલ, જીતેન્દ્ર ઉર્ફે ખોડો જેમલ ભૂંભરીયા, ગોપાલ રામજી આલ, અશોક જેશીંગ ખાંભલા, નરેશ ઉર્ફે બબ્બુ જેમલ ભૂંભરીયાને લાલપર ખાતેથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ધરપકડ સાથે ગુનામાં વાપરેલ હથિયારો અને સ્કોર્પિયો કાર તેમજ અલ્ટો કાર કબ્જે કરી વાંકાનેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.