વાંકાનેર: વાંકાનેરના રણજીતનગર વિસ્તારમાં એક આખલો પચીસ ફૂટ ઊંડા વોકળા પડી ગયો હતો. વોકળામાંથી બહાર નીકળવા માટે રીતસર કણસતા આ આખલાને બચાવવાનું ગૌસેવકોએ બીડું ઝડપી આખલાને વોકળામાંથી બહાર કાઢ્યો હતો. આખલો વોકળામાં પડી ગયો હોવાની ગૌ સેવકોને જાણ થતા તુરંત ત્યાં પહોંચી ગયા હતા ત્યારબાદ સરકારી ડોક્ટરને જાણ કરી ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકા દ્વારા તુરંત જ જેસીબી મોકલવામાં આવ્યું ગૌ સેવકો દ્વારા જેસીબીની મદદથી વોકળા માં રહેલ બળદને પાંચ કલાકની મહામહેનત બાદ બહાર કાઢી રાજાવડલા રોડ પર આવેલી અંધ અપંગ ગૌ શાળામાં મુકવામાં આવ્યો હતો.