વાંકાનેર : વાંકાનેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાની અમલવારી કરાવવામાં ઉણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે.સાંજ પડે શહેરના મુખ્ય બજારને લુખ્ખા તત્વો બાનમાં લઇ લે છે. તેમેજ રિક્ષાવાળાઓ પણ બેખૌફ થઈને કાયદાની એસીતેસી કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે છાંકટા થઈને આવારાગર્દી કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ લોક માંગ ઉઠી છે. વાંકાનેરમા મેઈન બજાર ગણાતી ચાવડીચોક થી લઇ ગ્રીનચૉક અને ગ્રીનચૉક થી લઇ સિટી સ્ટેશનરોડ પર ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે બજાર નાની છે, તેમ છતા પણ ત્યાંથી નીકળતા અમુક આવારા તત્વો રીક્ષા ચાલકો તેમજ ઇકો અને અમુક સારા ઘર નાં નબિરાઓ કાર ફુલજોર થી સાઉન્ડ વગાડતા નીકળે છે. તેમજ વાહન મા પેસેન્જર ન હોઇ કે ન કોઈ ફેરો, તેમ છતા પણ આવારાગિરી કરવા નીકળી પડે છે. ૧ કલાક ત્યાં ઉભા રહીને નિરીક્ષણ કરવામાં આવે તો એક વાહન કાઈ પણ કામ કાજ વગર ત્રણ ત્રણ વાર આટા મારતું જોવા મળશે. તેનાં કારણે સામાન્ય નાગરિકનું કામકાજ સમયસર પુરુ થતુ નથી. સજ્જન માણસો ટાઈમે નિયત સ્થળે પહોંચી પણ શકતા નથી. વાહનો દ્વારા સાઉન્ડનો ઘોંઘાટ પણ થાઈ છે. મનફાવે ત્યાં પાર્કિંગ થાઈ છે, બે રીક્ષાવાળા ભેગા થાય એટલે ઘરનો રોડ હોઇ તેમ વચ્ચે ઉભા રહીને વાતું કરવા લાગે છે. તેને ટ્રાફિક થાય તેનાથી કાઈ મતલબ જ નથી. આવા તત્વો ને રોકવા માટે તંત્ર કયા લાચાર હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.