વાંકાનેર : વાંકાનેરમાં આગામી તા. ૧૦ને રવિવારે ઠાકોર સમાજના સમૂહલગ્ન યોજાશે. જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આ પાંચમાં સમૂહલગ્નની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમુહલગ્નમાં મહાનુભાવો પણ બહોળી સંખ્યામાં હાજરી આપશે. જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આગામી તા.૧૦ માર્ચને રવિવારે વેલનાથ દાદા મંદિર , આઇ.ટી.આઇની બાજુમાં રાજકોટ રોડ વાંકાનેર ખાતે ઠાકોર સમાજના સમૂહલગ્ન આયોજન કરવામાં આવ્યું છે.આ તકે કાર્યક્રમના અધ્યક્ષ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા મુખ્ય મહેમાન શંકરસિંહ વેગડ માજી સાંસદ રાજ્યસભા, દેવજીભાઇ ફતેપરા સાંસદ સુરેન્દ્રનગર, પરસોતમ સાબરીયા ધારાસભ્ય હળવદ ધ્રાંગધ્રા, રમેશજી ઠાકોર અધ્યક્ષ રોયલ ક્ષત્રિય ઠાકોર સેના સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.કાર્યક્રમને સફળ બનાવવા જેન્તીભાઇ મદ્રેસાણીયા, જયેશભાઇ સોમાણી, રણછોડભાઇ માણસુરીયા, પ્રમુખ જેન્તીભાઇ ઉઘરેજા, મહામંત્રીભગવાનજીભાઈ પરમાર , મહામંત્રી રામમાણસુરીયા સહિત જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટિમ ભારે જહેમત ઉઠાવી રહી છે.